ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોંધ ગામેથી ત્રણ બાઈકની ચોરી થઇ હતી. પરંતુ ગણતરીનાં સમયમાં પોલીસે બે વાહન ચોરોની ધરપકડ કરી હતી. જયારે એક ફરાર થઇ ગયો હતો.

આમોદ તાલુકાના રોંધ ગામે રહેતા હસમુખભાઈ મણીલાલ પટેલના ઘર આંગણે પાર્ક કરેલી ત્રણ બાઈકની વાહન ચોરો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. જોકે હસમુખભાઈ પટેલે મળસ્કે નિંદર માંથી જાગીને જોતા તેઓને બાઈક ચોરીની જાણ થઇ હતી, અને તુરંત આમોદ પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઈ પરમાર દ્વારા માતર ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

પોલીસના વાહન ચેકીંગ દરમિયાન એક બાઈક પર  ત્રણ ઈસમો સવાર થઈને  શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે તેઓને અટકાવ્યા હતા, અને બાઈક અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા તેઓ આપી શક્યા નહોતા, અને પોલીસ પૂછપરછમાં  તેઓએ બાઈક ચોરીની કબુલાત કરી હતી.

જોકે પોલીસને  ચકમો આપીને એક ઈસમ ફરાર થઇ ગયો હતો. જયારે બે વાહન ચોરોની પોલીસે ધરપકડ કરીને ત્રણ પૈકી ચોરાયેલી એક બાઈક કબ્જે કરી હતી, અને બે બાઇકોને રિકવર કરવા માટેની તજવીજ હાથધરી છે.

 

LEAVE A REPLY