હૈદરાબાદમાં તારીખ 28 જુલાઈ થી શરુ થનારી પ્રો કબડ્ડી ટુર્નામેન્ટની પાંચમી સિઝન માટેની ઈનામી રકમ ચાર ગણી કરીને 8 કરોડ રૂપિયા  કરવામાં આવી છે. ચોથી સિઝનની કુલ ઈનામી રકમ બે કરોડ રૂપિયા હતી.

પાંચમી  સિઝનમાં વિજેતા ટીમને આ વખતે ટ્રોફી સાથે ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ મળશે.સ્પર્ધામાં કુલ 12 ટીમ ભાગ લેશે અને  તેઓ વચ્ચે  કુલ 138 મેચ રમાશે.

રનર અપ ટીમને 1.8 કરોડ રૂપિયા અને ત્રીજા ક્રમે રહેનાર ટીમને 1.2 કરોડ રૂપિયા મળશે.મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરને 15 લાખ રૂપિયા મળશે.અગાઉ અનુપકુમાર અને મનજીત છિલ્લર આ એવોર્ડ જીત્યા હતા.28 જુલાઈએ હૈદરાબાદમાં પ્રથમ મેચ તેલુગુ ટાઇટન્સ અને તમિળ થાલઈવાસ વચ્ચે રમાશે.

 

LEAVE A REPLY