અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8ને અડીને આવેલ પ્રતિક્ષા સોસાયટી પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક વીજપોલ તૂટી પડતા બે વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો હતો.

અંકલેશ્વર ને.હા.નં 8ને અડીને આવેલ હોટલ નવજીવન પાસેની પ્રતીક્ષા સોસાયટી પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક વીજપોલ તૂટી ગયો હતો. જેના કારણે જીવતા વીજતાર માર્ગ પર પડયા હતા, તે દરમિયાન ખરોડ શાળાએ જવા માટે નીકળેલા બે વિદ્યાર્થીઓ રમણસિંહ રાજપુત અને શરદસિંહને વીજ કરંટ લાગ્યો હતો.

વીજ કરંટ થી બંને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સ્થાનિકો દ્વારા બંનેને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જોકે ઘટનામાં વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચતા બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો.

 

LEAVE A REPLY