આમોદ તાલુકાના આછોદનાં બિસમાર પુલથી ગ્રામજનોમાં રોષ

250

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામનો પુલ છેલ્લા ઘણા સમયથી બિસમાર બન્યો છે. જે અંગેની વારંવારની રજૂઆતો બાદ પણ બ્રિજનું તંત્ર દ્વારા સમારકામ કરવામાં ન આવતા ગ્રામજમાં રોષ જોવા મળી રહ્યો છે.

આમોદ તાલુકાના આછોદ ગામનાં ખખડધજ પુલ પરથી ઔદ્યોગિક વસાહતના માલવાહક વાહનો પણ પસાર થાય છે. પરંતુ પુલ જોખમ કારક હોવાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે.

આ અંગે ગામના સરપંચ ઈરફાનભાઈ દ્વારા અગાઉ મામલતદાર કચેરીમાં આવેદન પત્ર પાઠવીને પુલ સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી,પરંતુ આજ દિન  સુધી કોઈજ કાર્યવાહી કરવામાં નહિ આવતા ગ્રામજનોએ દિન 15માં જો પુલનું  સમારકામ નહિ કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી  હતી.

 

LEAVE A REPLY