રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ ૨૪ જુલાઈના રોજ સમાપ્ત થાય છે, એના બીજ દિવસે એટલે કે ૨૫મી જુલાઈ થી નવા રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરશે.

દેશના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે, તે તો હવે તારીખ 20મીના રોજ મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે. સત્તાધારી એનડીએ તરફથી બિહારના પૂર્વ ગવર્નર રામનાથ કોવિંદ અને વિપક્ષ તરફથી  લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમાર મેદાનમાં છે.

આપણા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણીની જેમ નથી થતી, કે જ્યાં જનતા મતદાન કરી શકે, તેનો નિર્ણય ધારાસભ્યો તથા સંસદ દ્વારા થાય છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં “ઈલેકટ્રોલ કોલેજ “ થી થાય છે મતદાન :-

ભારતના રાષ્ટ્રપતિ ચૂંટણી કોલેજ દ્વારા ચૂંટાય છે. સંવિધાનનાં ૫૪માં આર્ટીકલમાં આનો ઉલ્લેખ છે. જેમાં સંસદના બંને સદન અને રાજ્યની વિધાનસભાના સભ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાઓ પણ ચૂંટણીનો હિસ્સો છે. જે વિધિથી રાષ્ટ્રપતિ નિયુક્ત થાય છે.એનું પણ વિશિષ્ટ નામ છે : “પ્રચલિત પ્રતિનિધિત્વ પ્રણાલી આધારિત એક હસ્તાન્તરણીય મતદાન”.

રાષ્ટ્રપતિને પ્રજા સીધું કેમ નથી ચૂંટી શકતી ?

ઇ.સ.૧૯૪૮માં નેપોલિયનને પ્રજાએ ચૂંટ્યો હતો, તેણે ફ્રેન્ચ ગણરાજ્ય જ ઉખાડી ફેંક્યું અને પોતે રાજાની જેમ વર્તન કરતો.આ ઘટના પછી અપ્રત્યક્ષ રીતે જ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે.

ધારાસભ્યોના મતની તાકાત :-

રાજ્યના ધારાસભ્યોની મત ગણતરી માટે તે રાજ્યની વસ્તી જોવામાં આવે છે. સાથે સાથે તે રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા પણ જોવામાં આવે છે.મતોનું પ્રમાણ જાણવા માટે,રાજ્યની કુલ વસ્તી માંથી વિધાનસભાના સભ્યોની સંખ્યાને વિભાજિત કરાય છે. પછી જે સંખ્યા આવે એને ૧૦૦૦ વડે ભાગવામાં આવે છે. અને  જે સંખ્યા મળે તે રાજ્યના એક ધારાસભ્યના મતની ટકાવારી ગણાય છે.

સંસદસભ્યોના મતનું મૂલ્ય કરવાની રીત જુદી છે.પહેલા આખા દેશના બધા  ધારાસભ્યોના મતોને જોડવામાં આવે છે.તેને લોકસભા તથા રાજ્યસભામાં ચૂંટાયેલા સંસદસભ્યોના મતની સંખ્યા થી ભાગવામાં આવે છે.પછી જે અંક મળે એના થી રાજ્યના એક સંસદસભ્યના મતનું મૂલ્યાંકન થાય છે. રાષ્ટ્રપતિ પદ મેળવવા ઉમેદવારે કુલ સંખ્યાના અડધા થી વધારે મત હાંસિલ કરવા જરૂરી છે.

હાલ લોકસભા અને રાજ્યસભાના કુલ ૭૭૬ સંસદ સભ્યો અને વિધાનસભાના ૪૧૨૦ ધારાસભ્યો મત આપશે.એટલે કે ૪૮૯૬ લોકો મળીને રાષ્ટ્રપતિ ચૂંટશે,આ મતોનું  કુલ મુલ્ય  ૧૦.૯૮ લાખ છે.

 

LEAVE A REPLY