દેશના ૧૪માં રાષ્ટ્રપતિની ચુંટણી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ( એનડીએ ) ના ઉમેદવાર રામનાથ કોવિંદ તેમજ કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષના ઉમેદવાર મીરા કુમાર વચ્ચે ચૂંટણી યોજાઇ રહી છે.

જોકે રાજકીય પંડિતો અને વિશ્લેષકો આ ચુંટણીમાં એનડીએના ઉમેદવાર કોવિંદનું પલ્લુ ભારે હોવાનું કહી રહ્યા છે, રાષ્ટ્રપતિ ચુંટણી માટે પડનારા કુલ વોટો આંકડો ૧૦.૯૮.૯૦૩ છે. એનડીએના ઉમેદવાર કોવિંદને સ્પષ્ટ રીતે બહુમતિ અપાવતા ૬૩ ટકા મત મળી રહ્યા હોવાનુ દેખાઈ રહ્યુ છે.

સંસદ ભવન અને રાજ્ય વિધાનસભાઓમાં સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયું છે. જે સાંજે ૫ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે, વિવિધ રાજ્યોના પાટનગરમાંથી તે પછી મતપેટીઓ દિલ્હી લાવવામાં આવશે, અને ત્યાં ૨૦મીએ મતગણતરી કરવામાં આવશે. એ ઉલ્લેખનીય છે કે નવા રાષ્ટ્રપતિએ ૨૫ જુલાઈથી હોદ્દો સંભાળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજોએ મતદાન કર્યુ છે.

 

 

LEAVE A REPLY