નર્મદા જિલ્લાના ચોર્યાસીની વાડી પાસે વૈભવી રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી પોલીસે વિદેશી શરાબ ઝડપી લીધો હતો.રાજપીપળામાં કેટલાક બુટલેગરોએ વિદેશી દારૂ વેચવા માટે તદ્દન નવો કિમીયો અપનાવ્યો છે અને તેમાં આ બુટલેગરો વૈભવી વિસ્તારમાં પાર્ક કરાયેલી વૈભવી કારની સાથે જ તેમની દારૂ ભરેલી વૈભવી કાર પાર્ક કરી દે છે, જેમાં સામાન્ય નજરે આ કાર અન્ય કારની સાથેજ પાર્ક કરાયેલી લાગે પરંતુ આ કારની અંદર વિદેશી દારૂ ભરેલો હોય છે, અને તેમના ગ્રાહકોને બોલાવીને ખુલ્લે આમ આ દારૂનો વેપલો કરવામાં આવતો હતો.

રાજપીપળા પોલીસે તેમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના ભરચક વિસ્તાર ચૌર્યાસીની વાડી પાસેના કાર પાર્કિંગ પાસે એક શંકાસ્પદ વ્યક્તિને સામાન્ય પુછપરછ કરતા તે ભાગી ગયો હતો અને પોલીસે આ ઈસમ જે કાર પાસે ઉભો હતો તેની તપાસ કરતા બે વૈભવી કારમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી હતી. જોકે આરોપી ફરાર થઇ જતા આ કાર અને દારૂનો જથ્થો કોનો છે તેની તપાસ રાજપીપળા પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY