ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પર્યટનને ઉત્તેજન આપવા યોગી સરકાર સતત કાર્યરત છે. યોગીકાળ માંજ મથુરાને ડિઝનીલેન્ડની જેમ વિકસાવવાનો નિર્ણય કર્યો છે અને કૃષ્ણલેન્ડનું નિર્માણ કરવામાં આવશે.

યુપીના પર્યટન વિભાગને કૃષ્ણલેન્ડ તૈયાર કરવા માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાનો પણ આદેશ અપાયો છે. તે માટે વર્લ્ડ બેંક પાસેથી પણ સહાય લેવામાં આવશે.સુત્રો અનુસાર,વર્લ્ડબેંક જલ્દી સહાય કરે,તો આ વર્ષ થી કામગીરી શરૂ થઈ જશે.

ભગવાન કૃષ્ણના જીવનને આવરી લેતા જીવંત દ્રશ્યો પ્રદર્શિત કરતા કૃષ્ણલેન્ડમાં જેલ, કે જ્યાં વાસુદેવ અને દેવકી કેદ હતા, જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો, તથા યમુના જેવી કૃત્રિમ નદીનું પણ નિર્માણ કરવામાં આવશે.

મથુરાની સાથે સાથે વ્રજભૂમિને પણ ટુરિસ્ટ સ્પોટ અને હબ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. યોગી પોતે આ પ્રોજેક્ટને લઈને ઘણા ઉત્સાહી છે, તેમણે જ અધિકારીઓને આ મુદ્દે પ્રસ્તાવ તૈયાર કરવા આદેશ આપ્યા છે.

LEAVE A REPLY