સૌરાષ્ટ્રમાં અતિ વૃષ્ટિથી ખેતીમાં થયેલ નુકશાનનો સર્વે કરાશે : મંત્રી ચીમન શાપરીયા

279

રાજકોટ શહેરનાં રૈયા ચોકડી પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કૃષિ મંત્રી ચીમન શાપરીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી ચીમન શાપરીયાએ શ્રમિકોને આપવામાં આવનાર ભોજનની ચકાસણી પણ કરી હતી. અને શ્રમિકોને ભોજન પણ આપ્યુ હતુ.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં ચીમન શાપરીયાએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આ વખતે સારો વરસાદ થયો છે. તેનાથી ખેડુતોને મોટો ફાયદો થવાનો છે. સારા વરસાદથી ખેડુતો મબલક પાક લણશે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલીક જગ્યાએ અતિ વૃષ્ટીના બનાવો પણ બનવા પામ્યા છે.  જે જગ્યાએ વરસાદના કારણે ખેડુતોની જમીનનું  ધોવાણ થયુ છે ત્યાં ખેતી વાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાશે. ત્યારબાદ જે તે ખેડુતોને થયેલ નુકશાન સામે સરકાર તેમને યોગ્ય સહાય ચુકવશે.

 

LEAVE A REPLY