Connect Gujarat
ગુજરાત

મોરબીમાં વરસાદી તારાજીનાં પગલે લોકોએ માલગાડીમાં આશરો લીધો

મોરબીમાં વરસાદી તારાજીનાં પગલે લોકોએ માલગાડીમાં આશરો લીધો
X

સૌરાષ્ટ્રમાં આકાશી આફતથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ખાસ કરીને મોરબી જિલ્લાના માળીયા મિયાણામાં વરસાદી તારાજી થી લોકોએ માલગાડીને આશ્રય સ્થાન બનાવ્યુ છે.

રાજકોટ સહિત સમસ્ત સૌરાષ્ટમાં ભારે થી અતિભારે વરસાદ પડયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લો, અમરેલી જિલ્લો અને મોરબી જિલ્લોમાં વરસાદથી જનજીવનને ભારે અસર પહોંચી છે.

મોરબી જિલ્લામાં સૌથી વધુ અસર માળીયા મિયાણામાં તેમજ ટંકારામાં થવા પામી છે. ત્યારે માળીયા મિયાણા જંકશનની માં 150 થી વધુ ઘરમાં પાણી ઘુસી ચુક્યા છે. તો લોકોની ઘરવખરી પણ પાણીમાં તણાઈ ચુકી છે. ત્યારે ઘર વિહોણા લોકોએ માળિયા મિયાણા જંકશનની અંદર પડેલી માલ ગાડીઓમાં આશરો લેવાનુ શરૂ કર્યુ છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં આશરો લેનાર લોકોએ જણાવ્યુ હતુ કે આ પ્રકારની તારાજી તો તેમણે 1979માં જ્યારે મોરબીમાં હોનારાત થઈ હતી ત્યારે પણ નહોતી જોઈ. તો અત્યાર સુધી તેમની દરકાર લેવા કે ખબર અંતર પુછવા કોઈ પણ અધિકારી કે પદાધિકારી દેખાયા નહોવાનું અસરગ્રસ્તોએ જણાવ્યુ હતુ.

Next Story