Connect Gujarat
બ્લોગ

તમે એરિક આર્થર બ્લેરને ઓળખો છો ?

તમે એરિક આર્થર બ્લેરને ઓળખો છો ?
X

ગુરુવાર તા ૨૦ મી જુલાઈ ૨૦૧૭ સાંજે એમ.આઈ.પટેલ રોટરી યુથ સેન્ટરના સભાખંડમાં ૨૪૪મી બુક લવર્સ મીટમાં શ્રી ડેનીશ જરીવાલાએ જ્યોર્જ ઓરવેલની નવલકથા ‘ધ એનિમલ ફાર્મ’ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આપનામાંથી કોઈએ એરિક આર્થર બ્લેરનું નામ સાંભળ્યું છે? પ્રેક્ષકોમાંથી એક આંગળી ઊંચી થઇ એ હતા મીનલ દવે. જ્યોર્જ ઓરવેલનું નામ સાંભળ્યું છે. ત્રણ, ચાર, પાંચ આંગળીઓ ઊંચી થઇ. ખેર ! બન્ને જણા એક જ વ્યક્તિના નામ છે. પહેલુ નામ બીજુ તખલ્લુસ - ઉપનામ. એમની બે નવલકથા વિશ્વ પ્રસિધ્ધ. ‘1984’ અને ‘ધ એનિમલ ફાર્મ’. ‘ધ એનિમલ ફાર્મ’ ફેબલ છે. દંતકથા. બોધકથા. એના પાત્રો પ્રાણીઓ છે : વાત માણસની છે. નવલકથાની શૈલી બાળવાર્તાની છે.

‘મીસ્ટર જોનસન લથડીયા ખાતો બેડરૂમમાં જાય છે’ ‘ધ એનિમલ ફાર્મ’ નવલકથા આ વાક્યથી શરુ થાય.

પાત્રો : ઓલ્ડ મેજર (ડુક્કર)

સ્નો બોલ, નેપોલિયન, સ્ક્વીલર (ત્રણે ડુક્કર)

બોક્સર (ઘોડો) કલેરા (ઘોડી)

મોલી (સફેદ રંગની ઘોડી)

બેન્જામીન (ગધેડો)

મરઘીઓ, કબૂતરો

કથા : ૧૨ વર્ષથી એનિમલ ફાર્મ પર રહેતો ઓલ્ડ મેજર સિનિયર હોવાના નાતે રાતે એક મિટિંગ બોલાવે છે. સભા મળે છે. ઓલ્ડ મેજર સભા સંબોધતા કહે છે. મને ગઈકાલે રાતે એક સપનું આવ્યું. એમાં મેં જોયું આ માણસ નામનું પ્રાણી નાલાયક છે. વગર ઉત્પાદન કરે એ આપણે બધાએ ઉત્પાદિત વસ્તુઓ ખાય છે. માણસની ગુલામીમાંથી આપણે આઝાદ થવું જોઈએ. એનિમલ ફાર્મ પર આપણું સામ્રાજ્ય હશે તો આપણા કામનું ફળ આપણને મળશે. જેના આપણે સાચા હકદાર છીએ.

ત્રણ દિવસ પછી ઓલ્ડ મેજરનું મૃત્યુ થાય છે. ત્રણ ડુક્કરો ઓલ્ડ મેજરનું સપનું પુરું કરવા આગેવાની લે છે. મેજર જોનસને એનિમલ ફાર્મ પરથી હાંકી કાઢે છે. અને પ્રાણીઓની સભા બોલાવી સાત આજ્ઞાઓનું કડક પાલન કરવાનું જાહેર કરે છે.

૧. બે પગ પર જે પ્રાણી ચાલે છે અને હવામાં ઉડે છે આપણા દુશ્મન છે.

૨.ચાર પગથી જે પ્રાણી ચાલે છે અને હવામાં ઉડે છે એ આપણા મિત્ર છે.

  1. એનિમલ ફાર્મ પર કપડા પહેરી શકાશે નહિ.

૪. શરાબ પી શકાશે નહિ.

૫. કોઇપણ પ્રાણી બીજા પ્રાણીનો વધ કરી શકે નહિ.

૬.પથારીમાં સુવાય નહિ.

૭. બધાજ પ્રાણી સમાન છે.

સભા પૂરી થઇ. બધા પોતપોતાના કામે લાગ્યા. સાંજે થાકીને સભા સ્થળે ભેગા થયા. ભૂખ લાગી હતી એટલે દૂધ પીવા વાસણો ખોલ્યા તો એમાં દૂધ જ નહિ. આ જોઈ ત્રણ ડુક્કરોએ એક પ્લાન રજૂ કર્યો. ખોરાક કેવી રીતે મેળવવો, એની વહેંચણી આ બધું અમે સંભાળીશું. આપ સૌ કામ કરશો, શારિરીક મહેનત અમે ત્રણ મગજ ચલાવીશું. સૌ સમંત થઇ છુટા પડ્યા. ત્રણ ડુક્કરમાં સ્નોબોલ અને નેપોલિયન બળવાન હતા. સ્ક્વીલર સારો વક્તા હતો. સ્નોબોલ અને નેપોલિયન વચ્ચે સ્પર્ધા શરુ થઇ એમણે પોતાની પાર્ટી બનાવવાનું શરુ કર્યું. લોભામણી જાહેરાત વહેતી થઇ. એનિમલ ફાર્મ પર વિન્ડમીલ બનશે, વીજળી પેદા થશે. નેપોલિયનને જાણ થતા એણે વિરોધ શરુ કર્યો. સ્નોબોલે મીટીંગ બોલાવી તો મીટીંગ શરુ કર્તાની સાથે જ ૯ કુતરાઓએ બધાને ભગાડી મૂક્યા. વાર્તાના પાત્રોમાં જે ત્રણ કૂતરા હતા તેના આ બચ્ચા થયેલા જેણે નેપોલિયનને ઉછેરેલા. નેપોલિયન શાસક બન્યો. સ્નોબોલનો વિન્ડમીલનો પ્રોજેક્ટમાં બે વાર વિન્ડમીલ ભાંગી પડી. નેપોલિયને દોષનો ટોપલો સ્નોબોલને શીરે નાખ્યો. નેપોલિયને મરઘીઓને ઈંડા વેચવાનો પ્રોજેક્ટ મૂક્યો. જે મરઘીઓએ વિરોધ કર્યો, ૯ કૂતરાઓએ મરઘીઓને ખાય ગયા.

ઓલ્ડ મેજર હથિયારો લઈને એનિમલ ફાર્મ પર કબજો મેળવવા પાડોશીઓને લઈને આવ્યો. હથિયારધારીઓ સામે વગર હથિયારના પ્રાણીઓનું યુધ્ધ થયું. યુધ્ધનું મેદાન હતુ ગાયોને ચરવાનું મેદાન. પ્રાણીઓએ માણસોને બચકા ભર્યા, પંજાના નહોર માર્યા અને એનિમલ ફાર્મ પરથી ભગાવ્યા.

યુધ્ધના મેદાનનું નામ ‘બેટલ ઓફ કાઉશેડ’ પાડવામાં આવ્યું. પ્રતિવર્ષ યુધ્ધદિનની ઉજવણી કરવાની ઘોષણા થઇ.

ત્રણ ડુક્કરોએ માનસિક કામ કરવાનું એટલે એમને વધારે ખોરાક મળશે. એવી જાહેરાત થઇ. જે સાત આજ્ઞાઓ હતી તેમાં ફેરફાર આવ્યા.

૧) ચાદર વગરની પથારીમાં સૂઈ શકાય

૨) દારુ થોડો ઘણો પીવાની છૂટ

3) કોઈ ખોટું કામ કરે તો મારી પણ નાખવો પડે.

બે સૂત્ર 1. All are equal But some are more equal

  1. Nepolean is always right.

વાર્તા આગળ વધે છે : બોક્સર ગાયબ થઇ જાય છે. ખરી હકીકત એમ હતી કે નેપોલિયને બોકસરને વેચી દીધો હતો. બાજુના ખેતરના માલિકો સાથે સુલેહ કરાય છે. એની ખુશાલીમાં પાર્ટી યોજાય છે. એને ફ્રેશર-પીલકીંગટન કહેવાય. પ્રાણીઓ અને માણસોમાં જે નબળા છે એમને કાબુમાં કેવી રીતે રાખવા ? એની ચર્ચા થાય છે. આ દ્રશ્યને નબળા પ્રાણીઓ બારીમાંથી જુએ છે. એમને એ સમજાતું નથી કે આમાં માણસ કોણ છે અને ડુક્કર કોણ છે. અહી નવલકથા પૂરી થાય છે.

વર્ષ ૧૯૪૬ માં પ્રકશિત ‘ધ એનિમલ ફાર્મ’ નવલકથાને લાયબ્રેરીના ચિલ્ડ્રન સેક્શનમાં મૂકવામાં આવી હતી. આ નવલકથા પોલીટીકલ એલેગરી એટલે રાજકિય રૂપક કથા છે. જે વેધક કટાક્ષ રજુ કરે છે. વાર્તા વાંચો અને અર્થભેદ સમજો.

લેખક ઓરવેલે પ્રસ્તાવનામાં જ લખ્યું છે : તત્કાલિન રશિયાની સ્થિતિનો ચિતાર છે. રશિયાનો સામ્યવાદ, ઔદ્યોગિકરણનો પવન, અમીરો વધુ અમીર બન્યા, ગરીબો વધુ ગરીબ, ૧૯૧૭ થી ૫૪ સુધીનો સમય, સ્ટાલિન જેવો ડીકટેટર ૧૯૧૭ પહેલા ઝાર નિકોલસ આવ્યો. કાર્લ માક્સે ‘દાસ કેપિટલ’ પ્રસિધ્ધ કર્યું. જેમાંથી પ્રેરણા લઇ રશિયામાં બુધ્ધિશાળી ગ્રૃપ બન્યુ. એલેક્ઝાન્ડર મધ્યમ વર્ગનો ઉધ્ધાર કરવામાં આગળ આવ્યો. માર્ચ ૧૯૧૭માં ઝાર નિકોલસને ગાદી પરથી ઉથલાવી. આજે એ વાતને ૧૦૦ વર્ષ થયા. લેનિન આરૂઢ થયા. માર્કસની વિચારધારા અપનાવી. 4 પ્રતિનિધી નિમ્યાં. લેનિન મૃત્યુ પામ્યાં.ટોટસ્કી, સ્ટાલિન વચ્ચે સત્તાનો ગજગ્રાહ શરુ થયો. સ્ટાલિને પ્રજાનું લોહી પીવાનું શરુ કર્યું. નિકોલસે ઝાર કરતાં પણ કાળો કેર વર્તાવ્યો. નાઝી અને જર્મની સંધી થઇ. હિટલર સાથેના સંબંધો, ટોટસ્કી દેશદ્રોહી ગણાયા.

નવલકથાના પાત્રોમાં ઘોડો બોક્સર એટલે સામાન્ય પ્રજા. સપનોકા સોદાગર એવો વિન્ડમીલ પ્રોજેક્ટ. રશિયા, જર્મની, ચીન, અમેરિકા અને ભારત બધાં જ દેશોમાં આ નવલકથાના પાત્રો નજરે પડે.

મીસ્ટર જોનસન એટલે કોંગ્રેસ, નેપોલિયન એટલે નમો. આજે શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ . આ લખું છું ત્યારે બાપુએ કોંગ્રેસને રામરામ કર્યાના સમાચાર આવી રહ્યા છે. ઓરવેલ નોમવેલની સામ્યતા છે એમ ડેનિસે જણાવ્યું. સાપનું ઝેર ઉતારવા નોળિયો નોરવેલ પાસે જાય.

સવા ૯૨ પાનાની નવલકથાના અંતે ઇક્બાલના એક ખૂબ જાણીતો શે’ર શબ્દોની ફેર સાથે રજૂ કરી વાત પૂરી કરી.

હજારો સાલ નરગીસ અપની બેનૂરી પે રોતી હૈ

બડી મુશ્કિલ સે હોતા હૈ ચમનમેં દીદાવર પેદા

આજે : હજારો નરગીસ રો રહી હૈ અપની બેકસી પે

અભી તક હો નહિ પાયા ચમનમેં દીદાવર પૈદા

કોઈપણ ભોગે ભક્ત ન બનશો. બનશો તો કોઈને કોઈ રીતે શોષણ થતું જ રહેશે. આશા રાખીએ કે ખુમારી, ખુદ્દારી માણસ ટકાવી જીવે. મીનલ દવેએ વોટ્સએપ ગ્રૃપમાં સરસ સચોટ શબ્દોમાં ડેનિસને અભિનંદન આપ્યા :

Next Story