Connect Gujarat
ગુજરાત

એરફોર્સના મુખ્ય કમાન્ડ ઓફિસરે પૂર ગ્રસ્ત વિસ્તારની મુલાકત લીધી

એરફોર્સના મુખ્ય કમાન્ડ ઓફિસરે પૂર ગ્રસ્ત વિસ્તારની મુલાકત લીધી
X

ઉત્તર ગુજરાતમાં આકાશી આફત થી સર્જાયેલી તારાજીમાં એરફોર્સના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરીને પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. બચાવ કામગીરી અંગેની સમીક્ષા અને વિસ્તારની મુલાકાત માટે મુખ્ય કમાન્ડ ઓફિસર પણ ડીસા ખાતે આવ્યા હતા.

એરફોર્સના મુખ્ય કમાન્ડ ઓફિસર આર.કે. ધીરે ડીસા ખાતે એરફોર્સના ઓફિસરો સાથે ચર્ચા કરીને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે ડીસામાં 495 લોકોને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરીને પૂરનાં પાણીમાં થી સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.મહેસાણા બનાસકાંઠા મળીને કુલ 600 થી વધુ રેસ્ક્યુ કરાયા હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.

આ ઉપરાંત બે પ્રસૂતા મહિલાઓને પણ એરફોર્સ દ્વારા એરલિફ્ટ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાની માહિત તેઓએ આપી હતી.

Next Story