Connect Gujarat
બ્લોગ

ન દવા, ન પરેજી ફક્ત બતાવે તેમ કરવાના આસન : પંગું લંઘયતે ગિરિમ્

ન દવા, ન પરેજી ફક્ત બતાવે તેમ કરવાના આસન  : પંગું લંઘયતે ગિરિમ્
X

આપના હાથમાં મોબાઈલ છે. આપ બ્લોગ વાંચી રહ્યા છો ત્યારે આપના હાથમાં રહેલા મોબાઈલની સ્ક્રીન અને આંખ સમાંતરે રાખો અને આંખથી મોબાઈલ એક ફૂટના અંતરે રાખી બ્લોગ આગળ વાંચો.

પથારીમાં બેઠા થાવ

બન્ને પગ લાંબા કરો

પલાઠી વાળો

ઊભા થાવ

બેસી જાવ

ડાબો પગ ઘૂંટણથી વાળો

સીધો કરો

બન્ને હાથ સાવધાનની પોઝીશનમાં રાખો

સૂઈ જાવ

જમણો પગ ૯૦ અંશને ખૂણે ઊંચો કરો

સીધા ઊભા રહો

બન્ને હાથ ઊંચા કરો

હાથ જોડી દો

પથારીમાં સૂઈ જાવ.

શરીર સંતુલન શિબિરમાં પ્રશિક્ષક શિબિરાર્થીઓને આવી સૂચનાઓ જેને જરૂર હોય એમ આપતા.

નિરોગી રહેવા માટે આ આસાન 20 મિનિટ કરવું

સુચના આપી હોય એ પ્રમાણે જેટલી મિનિટોમાં કહે એમ કરો એટલે શરૂઆતની પાંચ મિનિટમાં શરીરમાં ઝણઝણાટી પેદા થાય, કેટલાક અંગ દુખવા લાગે, મન મક્કમ કરીને બતાવેલી મુદ્રાને જાળવી રાખો, અઘરું લાગે, અને કહેલી સમયમર્યાદાની છેલ્લી મિનિટોમાં દુઃખાવો જાગે એમ થાય કે મુદ્રાભંગ કરી પથારી છોડી દઉં ત્યારે ‘એક જ વિચાર કરવો, આ કોના માટે કરું છું ? રોગમુક્ત થવા માટે, મારા પોતાના માટે, કોઈ જબરજસ્તી નથી સ્વેચ્છાએ મેં શરીર સંતુલન

શિબિરમાં ભાગ લીધો છે, તો પ્રશિક્ષકનાં આદેશને પ્રામાણિતકતાપૂર્વક અક્ષ્રરશ:માનું એટલે બેડો પાર.

શનિ-રવિ તા.૨૯ અને ૩૦ જુલાઈ વડોદરામાં સુભાનપુરા ખાતે જલારામ મંદિરમાં ‘શરીર સંતુલન શિબિર’ માં રૂ.૫૦૦/- રજીસ્ટ્રેશન ફી આપી શિબિરાર્થી તરીકે જઈ આવ્યો. ‘બોડી લેન્ગવેજ’ના ટ્રેનર તરીકે શરીર સંતુલન શિબિરમાં પ્રેક્ટીકલી શું કરાવવામાં આવે છે એ જાણવા માટે જ શિબિરાર્થી બન્યો હતો.

શ્રી અશોકભાઈ કનોજીયા મુખ્ય પ્રશિક્ષક. પ્રત્યેક શિબિરાર્થીની તકલીફ સાંભળે અને પછી પહેલા દિવસે બે કે ત્રણ આસન બતાવે. જેણે ૩૦, ૪૦ કે ૪૫ મિનિટ દિવસમાં બે વાર કરવાનું કહે. સવારે ૧૦થી સાંજે ૫ ક. વચ્ચે. બીજા દિવસે એમણે પેમ્પલેટ આપ્યું. એમાં ક્યાં રોગોમાં શરીર સંતુલન આસનો પરિણામલક્ષી ફાયદો આપે છે. જેમાં ૬૦ રોગના નામ છે.

ખુરસી માં બેસવાની સાચી રીત

શ્રી રાજેશભાઈ મહેતા સહ-પ્રશિક્ષક હતા. શિબિરના અંતે હર્ષભાઈએ ડેમો દેખાડી સુવાની, બેસવાની, ઊભા રહેવાની સાચી મુદ્રા બતાવી હતી. ઓપરેશન શરીર સંતુલન શિબિરમાં આવેલા દર્દીઓ ચાલતા થયા,દોડતા થયા, પથારીવશ હતા તે પોતાના કામ જાતે કરતા થયા. ૩૦, ૪૦, ૫૦ કે ૬૦ દિવસમાં નિયમિત શ્રી અશોકભાઈ કનોજીયાએ બતાવેલા.આસન કરીને, કોઈ પરેજી નહિ, કોઈ દવા નહિ, માત્ર શરીર સંતુલન રાખવાના આસન કરવાના. શ્રી અશોકભાઈના પિતાશ્રીએ આ વિદ્યા એમને શિખવાડી હતી. શિબિરાર્થીનો ચહેરો અને અંગોનું અવલોકન કરીને સંતુલન ક્યાં બગડયું છે? એ નક્કી કરી એણે દૂર કરવા સુધારવા, સંતુલિત રાખવા યોગ્ય આસન સૂચવે છે.

શરીર સંતુલન શિબિરમાં નામ નોંધવા સંપર્ક કરો : શ્રી અશોક કનોજીયા 9825034932 , યોગેશભાઈ મહેતા : 9824027946.

પહેલું સુખ તે જાતે નર્યા. શુભસ્ય શીઘ્રમ.

Next Story