Connect Gujarat
દુનિયા

થાઈલેન્ડમાં વિનાશકારી પૂરમાં 30 કરોડ ડોલરનાં નુકશાનીનો અંદાજ

થાઈલેન્ડમાં વિનાશકારી પૂરમાં 30 કરોડ ડોલરનાં નુકશાનીનો અંદાજ
X

થાઈલેન્ડમાં પૂરે 23 વ્યક્તિનો ભોગ લીધો હતો અને બે વ્યક્તિઓ ગુમ થયા હતા. આ સિવાય પૂરને કારણે કુલ 30 કરોડ ડોલરનું નુકશાન થયુ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

થાઈલેન્ડમાં ભારે વરસાદના કારણે દેશના 10 પ્રાંત પૂરથી પ્રભાવિત થયા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 1554 ચોરસ કિ.મી. ચોખાન ખેતરો પૂરને લીધે ધોવાયા હતા.

જ્યારે શાળાઓ અને બજારો બંધ રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન પ્રયુથ ચાન-ઓચાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓ અસરગ્રસ્ત નાગરિકોને મળ્યા હતા અને એમણે જણાવ્યુ હતુ કે સરકાર પૂરને રોકવા માટે મોટી યોજના પર કામ કરી છે.

Next Story