કોલંબો ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાય હતી. જેમાં વિરાટની ટીમે એક ઇનિંગ અને 53 રન થી જીત હાંસલ કરી હતી.

શ્રીલંકાનાં કોલંબો ખાતે બીજી ટેસ્ટ મેચમાં ફોલોઓન બાદ શ્રીલંકાએ 386 રન બનાવી ઓલઆઉટ થયુ હતુ. ભારત એક ઈનિંગ અને 53 રનથી જીત મેળવી શ્રેણી જીતી લીધી છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. અશ્વિન અને હાર્દિક પંડયાને 2-2 અને ઉમેશ યાદવને 1 વિકેટ મળી હતી.

ભારતે શ્રીલંકાને પ્રથમ ઇનિંગમાં 183 રનમાં ઓલ આઉટ કરી નાખ્યુ હતું. અને ફોલોઓન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં 9 વિકેટે 622 રને દાવ ડિકલેર કર્યો હતો. જે બાદ તેને 439 રનની લીડ મળી હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની આ બીજી ટેસ્ટ એસએસસી સ્ટેડિયમ કોલંબોમાં રમાઈ હતી. ટીમ ઇન્ડિયાના પ્રથમ ઇનિંગમાં 622 રનના વિશાળ સ્કોરના જવાબમાં શ્રીલંકાની ટીમે પ્રથમ ઇનિંગમાં 183 પર ઓલ આઉટ થઈ ગઇ હતી. શ્રીલંકા ફોલોઓન પણ નથી બચાવી શક્યુ. ત્યાર બાદ ફોલોઓન રમવા ઉતરેલી શ્રીલંકાની ટીમે તેમની બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવતા 161 રન બનાવ્યા હતા.

LEAVE A REPLY