Connect Gujarat
દુનિયા

ભારત લશ્કર પાછુ નહિ ખેંચે તો આકરા થવું પડશે: ચીન

ભારત લશ્કર પાછુ નહિ ખેંચે તો આકરા થવું પડશે: ચીન
X

ચીને ડોકલામ મડાગાંઠ અંગેના નવા તંત્રીલેખમાં ચીનના સરકાર સંચાલિત દૈનિકમાં ફરી એક વખત ભારતને ચેતવણી આપવામાં આવી છે. કે જો ભારતીય લશ્કરએ વિસ્તારમાંથી નહિ ખશે તો ચીન માટે વળતુ લશ્કરી પગલુ લેવાનું અનિવાર્ય બની જશે.

ચીનના અખબારે દાવો કર્યો હતો કે નરેદ્ર મોદીની સરકાર વર્ષ 1962ની નહેરુ સરકાર જેટલી ભોળી હતી તેટલી જ ભોળી છે.

વર્ષ 1962માં ભારતે ભારત-ચીને સરહદે સતત ઉશ્કેરણી કરી હતી, જવાહરલાલ નેહરુની સરકારનું મક્કમપણે માનવું હતુ કે ચીન વળતો હુમલો નહિ કરે, ચીન તે સમયે સ્થાનિક ઉથલપાથલ અને કુદરતી આફતોમાંથી પસાર થઇ રહ્યુ હતુ, ચીન અને અમેરિકાના સંબંધો વણસી રહ્યા હતા અને રશિયા સાથેના ચીનના સંબંધ હળવા થઇ રહ્યા હતા, પંચાવન વર્ષ પસાર થઈ ગયા છે, પરંતુ ભારત સરકાર હજુ પણ એટલીજ ભોળી છે, એમ તંત્રીલેખમાં જણાવવામાં આવ્યુ છે.

Next Story