Connect Gujarat
દુનિયા

ચીનમાં 6.5 તીવ્રતાનો ભૂકંપ

ચીનમાં 6.5 તીવ્રતાનો ભૂકંપ
X

ચીનના દક્ષિણ પશ્ચિમી સિંચુંઆન પ્રાંત માં 6.5 તીવ્રતાના ભૂકંપથી ભારે નુકશાન થયુ છે, ચીનના આપત્તિ નિયંત્રણના રાષ્ટ્રીય આયોગે ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લગભગ 100 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરી છે.

મીડિયા દ્રારા જાણકારી મળી હતી કે ભૂકંપમાં 7 લોકોના મોત થયા છે, અને 88 લોકો ઘાયલ થયા છે, અને એમાં 21 લોકોની હાલત ગંભીર છે, સિચુઆન પ્રાંતના જે હિસ્સામાં ભૂકંપ આવ્યો હતો. તે વસ્તીનું પ્રમાણ ઓછુ છે.

અમેરિકા જિયોલોજિકલ સર્વેના અનુસાર ભૂકંપનું કેન્દ્ર પ્રાંતીય રાજધાની ચેંગદૂ થી 300 કિમી ઉત્તરની જમીન થી દસ કિલોમીટર નીચે હતી, ભારતીય સમયાનુસાર મંગળવારના રોજ રાત્રે 1.20 વાગે ભૂકંપ આવ્યો હતો.

Next Story