Connect Gujarat
દેશ

ભારત છોડો આંદોલનનાં 75 વર્ષ પુરા થતા સંસદમાં કાર્યક્રમ યોજાશે

ભારત છોડો આંદોલનનાં 75 વર્ષ પુરા થતા સંસદમાં કાર્યક્રમ યોજાશે
X

સંસદમાં ભારત છોડો આંદોલનનાં 75 વર્ષ પુરા થયા હોવાના કારણે વિશેષ કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યુ છે, તે દરમિયાન સંસદમાં વિશેષ પ્રસ્તાવ પાસ કરવામાં આવશે, અને તેની પર ચર્ચા કરવામાં આવશે, ચર્ચામાં બધી પાર્ટીના નેતા ભાગ લેશે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ લોકસભા અને વિત્ત મંત્રી અરુણ જેટલી રાજ્યસભાની ચર્ચાની શરૂઆત કરશે.

જોકે બુધવારની સવારે અજમેર થી બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંવર લાલ જાટનું નિધન થયુ છે, જેના કારણે કાર્યક્રમ ટાળી પણ શકાય છે, અને ફરી તેમને શ્રદ્ધાંજલિ આપીને પછી કાર્યક્રમની શરૂઆત થશે.

ઉલ્લેખીય છે કે 9 ઓગષ્ટના દિવસે ભારત છોડો આંદોલનની શરૂઆત થઇ હોવાનું માનવામાં આવે છે, પરંતુ 8 ઓગષ્ટ 1942માં મુંબઈના ગોવાલિયા ટેક મેદાન પર અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિ એ આ પ્રસ્તાવ કર્યો હતો, જેમાં ભારત છોડો પ્રસ્તાવ કરવામાં આવ્યો, ત્યાર પછી આંદોલન વ્યાપક સ્તર પર આરંભ કરવામાં આવ્યો હતો.

Next Story