કતાર દેશે ભારત સહિત 80 દેશોના નાગરિકોને વિઝા પર એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે, આ યાદીમાં ભારત ઉપરાંત બ્રિટેન અમેરિકા કેનેડા દક્ષિણ આફ્રીકા, ઓસ્ટ્રેલિયા, લેબનાના અને ન્યુઝીલેન્ડ જેવા દેશ સામેલ છે.

mansi

કતાર તરફથી આપેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ 80 દેશોના નાગરિકોને કતારમાં આવવા માટે હવે વિઝા માટે અરજી કરવી પડશે નહીં, અને તેમાં કહેવામાં આવ્યુ છે કે કતાર પહોંચ્યા બાદ તેમને એક છૂટ પત્ર આપવામાં આવશે, જેના બદલામાં યાત્રીએ પાસપોર્ટ અને રિટર્ન ટિકિટ બતાવવાની રહેશે.

આ ઉપરાંત બીજી પણ જાણકારી આપવામાં આવી હતી કે વિઝીટરની રાષ્ટ્રીયતાના આધાર પર છૂટ પત્ર 180 દિવસ સુધી માન્ય હશે, વિઝિટરને કતારમાં કુલ 90 દિવસ રહેવાની પરવાનગી મળશે, પત્ર દ્રારા વિઝિટરને 30 દિવસ રહેવાની પરવાનગી આપવામાં આવશે.

 

LEAVE A REPLY