Connect Gujarat
બ્લોગ

બાબુ મુશાયર : આપને શતરંજ કી બાજી જીત દિખાયી

બાબુ મુશાયર : આપને શતરંજ કી બાજી જીત દિખાયી
X

રાજ્યસભાની મતગણતરી મધ રાત સુધી ચાલી. અહમદભાઈ પટેલ જીત્યા. નર્મદા કાંઠે વસેલા, ભાજપને જ મત આપનારા નાગરિકોમાં એવા હજારો અપવાદ હતા કે જેમના દિલમાં બાબુભાઈ જીતે એવી આશા હતી. એ આશા ઉષા બનીને પ્રગટી.

નખશિખ કોંગ્રેસી, પિરામણ થી પાર્લામેન્ટ સુધી એમની હાક, ધાક, ચેનલ નર્મદાના શુભ ચિંતક, પ્રોફેસર ત્રિવેદી સાહેબ કહેતા પોલિટિક્સ ઇસ અ ગેમ ઓફ નંબર એજ બન્યુ. બે મત રદ થયા ને અહમદભાઈ જીત્યા. જે દિવસે રાજ્યસભાની એમણે ઉમેદવારી કરી હતી એજ દિવસથી મને ખાતરી હતી કે આ માણસ જીતની શતરંજ રમશે. ભાજપાએ એડી ચોટીનું જોર લગાવ્યું પણ પરિણામ અહમદભાઈની તરફેણમાં જ આવ્યુ.

તમે દિલ્હી જાવ અને અહમદભાઈનો સંપર્ક કરો હું ભરૂચ થી આવ્યો છું ? અંકલેશ્વર થી આવ્યો છું ? બસ પત્યુ , તમારી રહેવાની,જમવાની,ફરવાની જે કાંઈ સુવિધા કરવાની હોય એમની ઓફિસ દ્વારા થઇ જાય.એ રૂબરૂ મળે ,ખબર અંતર પુછે એ સો ટકા જાણતા હોય કે આ મારો મતદાર નથી છતાં, મારા ગામનો છે, મારા જિલ્લાનો છે, એને દિલ્હીમાં અગવડ પડવી ન જોઈએ.એ મારો જ નહિ સેંકડો ભરૂચ જિલ્લાવાસીઓનો અનુભવ હશે જ. અહમદભાઈ પટેલની જીત થી કોંગ્રેસને કેટલો પ્રાણવાયુ મળશે,એ તો રામ જાણે ! પણ ભરૂચ જિલ્લાના નગરજનોને આધાર કાર્ડ મળી ગયુએ નક્કી.આપને હૃદયપૂર્વકના અભિનંદન.સત્યમેવ જયતે.

Next Story