Connect Gujarat
દેશ

ટોઈલેટ : એક પ્રેમ કથા વ્યંગપૂર્ણ કોમેડી ફિલ્મ

ટોઈલેટ : એક પ્રેમ કથા વ્યંગપૂર્ણ કોમેડી ફિલ્મ
X

ફિલ્મના રસિકો ટોઈલેટ એક પ્રેમ કથા ફિલ્મનું જ્યારથી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, ત્યારથી આ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જે ફિલ્મ તારીખ 11મી ઓગષ્ટ શુક્રવારના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી છે.

નિર્માતા અરુણા ભાટિયા, શીતલ ભાટિયા, અર્જુન એન. કપૂર અને હિતેશ ઠક્કરની ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન સહિતના કલાકારોએ અભિનયનાં ઓજસ પાથર્યા છે.

આ ફિલ્મમાં રોમાંસ, કોમેડી, ટ્રેજેડી છે અને સૌથી અગત્યની બાબત ટોઇલેટ છે. આ ફિલ્મ ઘર - ઘરમાં શૌચાલય બનાવવાના મુદ્દા પર આધારિત છે. પહેલાંના સમયમાં લોકો પોતાના ઘરમાં શૌચાલય બનાવવાનું અશુભ માનતા હતા. આ ફિલ્મમાં એક ડાયલોગ પણ છે, જેમાં અક્ષયના પિતા કહે છે કે જે આંગણમાં તુલસી લગાવાય છે ત્યાં શૌચાલય કેવી રીતે બની શકે? આ વાત જુના જમાનાના વિચારોને દર્શાવે છે.

ફિલ્મની વાર્તામાં કેશવ (અક્ષય કુમાર) જ્યા (ભૂમિ પેડનેકર) નામની છોકરીને પ્રેમ કરે છે. તે જયા સાથે લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ તે માંગલિક છે, તેની કુંડળીમાં પણ દોષ છે. તેથી પહેલાં કેશવનાં લગ્ન એક ભેંસ સાથે થાય છે, જેથી જે પણ સંકટ આવવાનું હોય તે ભેંસ પર આવે. ત્યારબાદ કેશવ અને જયાનાં લગ્ન પણ થાય છે, પરંતુ અસલી મુસીબત ત્યારે શરૂ થાય છે, જ્યારે લગ્ન બાદ જયાને ખબર પડે છે કે કેશવના ઘરમાં ટોઇલેટ નથી. શૌચ માટે સ્ત્રીઓને ઘણે દૂર ખેતરોમાં જવું પડે છે.

કેશવ અને જ્યા વચ્ચે આ મુદ્દે ચડભડ સર્જાય છે,અને જ્યા ડિવોર્સ ફાઈલ કરે છે, અને ત્યારબાદ કેશવ આ પડકારને કેવી રીતે પહોંચીવળે છે તે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે.

ફિલ્મનાં સંવાદો, ગીત અને ખડખડાટ હસાવતી બાબતો દર્શકોને જરૂર પસંદ પડે તેવી છે. અને ખેલાડી અક્ષય કુમારનો અભિનય દાદ માંગીલે તેવો છે.

Next Story