Connect Gujarat
દેશ

અગિયાર પૂર્વ સાંસદો સામે કેશ ફોર કવેશ્ચન કૌભાંડના આરોપો ઘડાશે

અગિયાર પૂર્વ સાંસદો સામે કેશ ફોર કવેશ્ચન કૌભાંડના આરોપો ઘડાશે
X

સંસદમાં પ્રશ્ન પૂછવા માટે કથિત રૂપિયા લેવાના વર્ષ 2005નાં કેશ ફોર કવેશ્ચન કૌભાંડને મામલે જેમની વિરુદ્ધ આરોપનામુ ઘડી કાઢવામાં આવ્યું હતુ. તે 11 ભૂતપૂર્વ સાંસદ વિરૂદ્ધ છેતરપિંડી અને ગુનાઇત કાવતરાનો આરોપ ઘડી કાઢવાનો વિશેષ અદાલતે ગુરૂવારે આદેશ આપ્યો હતો.

વિશેષ ન્યાયાધીશ પૂનમ ચૌધરીએ કહ્યું હતુ કે કૌભાંડને પગલે બરતરફ કરાયેલા આ ભૂતપૂર્વ સાંસદો તેમજ ખાનગી વ્યક્તિઓ વિરૂદ્ધ પ્રથમદર્શી રીતે પ્રિવેંશન ઓફ કરપશન એક્ટ અને આઇપીસીની જોગવાઈ હેઠળ ગુનાઇત કાવતરાના આરોપો ઘડી કાઢવામાં આવ્યા હતા.

કોર્ટે આ તમામ 11 આરોપીને 28 ઓગષ્ટે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. ભૂતપૂર્વ સંસદમાં છત્રપાલસિંહ લોઢા (ભાજપ), અન્નાસાહેબ એમ કે પાટીલ (ભાજપ), મનોજકુમાર (આરજેડી), ચંદ્રપ્રતાપસિંહ (ભાજપ), રામસેવકસિંહ (કોંગ્રેસ), નરેન્દ્રકુમાર કુશવાહ (બીએસપી), વાય. જી મહાજન (ભાજપ), પ્રદીપ ગાંધી (ભાજપ), સુરેશ ચાંડેલ (ભાજપ), લાલચંદ્ર કોલ (બીએસપી), અને રાજા રામપાલ (બીએસપી)નો સમાવેશ થાય છે.

Next Story