અંકલેશ્વરનાં લક્ષ્મણ નગરમાં શ્રાવણીયો જુગાર રમતા 10 જુગારીયાઓને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડીને રૂપિયા 3900ની રોકડ જપ્ત કરી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાતમીનાં આધારે લક્ષ્મણ નગરમાં જાહેરમાં ધમધમતી પત્તાપાનાની મહેફિલ પર દરોડા પાડયા હતા.

જીઆઇડીસી પોલીસે જુગાર રમતા મહેન્દ્રસિંગ સુકદપાલસીંગ પાલ, ચંદશેખર નથુભાઈ પાલ, રામબાબુ શ્રીવપાલ પાલ, ધર્મેન્દ્રકુમાર કમલાકર રાજપૂત, રાકેશકુમાર માનસીંગ લોઢી, ઉત્તમસીંગ સુપસીંગ પાલ, જીતેન્દ્ર છોટે પાલ, સંદિપકુમાર રામલીયા પાલ, રોહિતકુમાર જયનારાયણ લોઢી, અલોકસીંગ છોટે પાલ તમામ રહે લક્ષ્મણ નગર અંકલેશ્વરનાઓ ની રૂપિયા 3900ની રોકડ સાથે ધરપકડ કરી હતી.

LEAVE A REPLY