Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર માંથી 20 જેટલા વાહનોની ચોરીને અંજામ આપનાર પાંચ વાહન ચોર ઝડપાયા

અંકલેશ્વર માંથી 20 જેટલા વાહનોની ચોરીને અંજામ આપનાર પાંચ વાહન ચોર ઝડપાયા
X

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની હદ માંથી વાહન ચોરીને અંજામ આપનાર પાંચ વાહન ચોરોની પોલીસે ધરપકડ કરીને 20 જેટલી ચોરીની બાઈકો રિકવર કરી હતી.સુરત એસઓજી પોલીસ દ્વારા તાજેતરમાં વાહન ચોરીના ગુનામાં અંકલેશ્વર તાલુકાનાં ખરોડ અને ભાદી ગામના ચાર વાહન ચોરોની ધરપકડ કરી હતી, જેમાં ઐયુબ અહમદ સપાટા રહે ભાદી, અયાઝ અહમદ આસરોદ, શાહરુખ સલીમ શેખ, અનસ ફારુખ લહેરી ત્રણેય રહે ખરોડ ગામ અંકલેશ્વરનાંઓ ની ધરપકડ કરી હતી, અને 54 જેટલા ટુ વ્હીલર વાહનો કિંમત રૂપિયા 18.51 લાખ જપ્ત કર્યા હતા, અને આ અંગે સુરત જીલ્લાના માંગરોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.

સુરત એસઓજી પોલીસની સઘન પુછપરછમાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની હદના જુદા જુદા વિસ્તારો માંથી પણ 20 જેટલા વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી. તેથી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ચારેય રીઢા વાહન ચોરોની ટ્રાન્સફર વોરંટ થી ધરપક્ડ કરીને આરોપીઓના ચાર દિવસનાં રિમાન્ડ મેળવીને વધુ પુછપરછ કરી હતી.જીઆઇડીસી પોલીસની તપાસ દરમિયાન ખરોડ ગામનાં એઝાઝ સલીમ પઠાણનું પણ નામ ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. વધુમાં જીઆઇડીસી પોલીસે 20 જેટલા ચોરના વાહનો પણ રિકવર કર્યા હતા. જેમાં 3 બુલેટ અને 17 બાઇકોનો સમાવેશ થાય છે.

Next Story