ઈજિપ્તમાં શુક્રવારેના રોજ દરિયાકાંઠાના શહેર અલેગ્ઝાન્દ્રીયામાં પૂરપાટ ઝડપે દોડી રહેલી બે ટ્રેનો વચ્ચે ભીષણ અથડામણ થતા 37 લોકોના મોત થયા હતાજ્યારે 123 લોકો ઘાયલ થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ઈજિપ્તની રાજધાની કાહીરાથી એક ટ્રેન આવી રહી હતી. જ્યારે બીજી ટ્રેન પોર્ટ સૈદથી ટ્રેન દોડી  રહી હતી. ખુર્શીદ વિસ્તારમાં બંને ટ્રેનોની ટક્કર થઈ ગઈ હતી

જાણવા મળ્યા મુજબ કાહીરાથી એલેક્ઝાન્ડ્રીયા આવી રહેલી ટ્રેન પોર્ટ સૈદથી એલેક્ઝાન્ડ્રીયા જઈ રહેલી ટ્રેન કે જે ઘટના સમયે ખુર્શીદ સ્ટેશન પર ઊભી હતી, તેને પાછળથી ભટકાય હતી. દુર્ઘટના સ્થળે 75 એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ હતી અને એલેક્ઝાન્ડ્રીયાની તમામ હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

LEAVE A REPLY