ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાઈ ઠપ થઈ જતા 30 બાળકોના મોત થયા હતા, મરનાર બાળકોમાં 10 બાળકો એનએનયુ વોર્ડમાં હતા, 12 ઈસેફેલાઈટિસ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા, હોસ્પિટલની મુલાકાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી હતી.

જાણવા મળ્યા મુજબ ઓક્સિજન સપ્લાઈ કરતી કંપનીને 66 લાખ રૂપિયા જમા નહીં કરી શકવાના કારણે ફર્મે ઓક્સિજન સપ્લાઈ રાતથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો, અને તમામ સિલેન્ડર પણ ખત્મ થયા હતા, જેમાં ઈસેફેલાઈટિસ વોર્ડમાં દર્દીઓએ બે કલાક સુધી એમ્બૂ બેગનો સહારો લીધો હતો. જોકે તેમ છતાં 30 જેટલા બાળકો મૃત્યુ પામ્યા હતા.

LEAVE A REPLY