ભરૂચ સ્ટેશન રોડને અડીને આવેલ હોટલ આરાધનામાં ખાનગી ન્યુઝ ચેનલના પ્રતિનિધિનો વિકૃત અવસ્થામાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

ભરૂચ સ્ટેશન રોડ એસ ટી ડેપો સામે આવેલ હોટેલ આરાધનામાં રોકાયેલા સુરતની ખાનગી ન્યુઝ ચેનલનાં 35 વર્ષીય અમિત પંજાવાનીનો મૃતદેહ વિકૃત હાલતમાં હોટલની રૂમમાંથી મળી આવ્યો હતો.જે અંગે A ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવીને અમિત પંજાવાનીનો મૃતદેહ લટકતી હાલત માંથી ઉતારીને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.

જાણવા મળ્યા મુજબ અમિત પંજાવાની તારીખ 9મી ઓગષ્ટથી હોટેલમાં રોકાયા હતા. પોલીસ દ્વારા ઘટના અંગેનું સાચુ કારણ જાણવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY