રાજકોટમાં સ્વાઈન ફલુથી મૃત્યુઆંક 55 પર પહોંચ્યો

97

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુનો કહેર વધતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. મુખ્યમંત્રીની સુચના બાદ હેલ્થ વિભાગના ચીફ સેક્રેટરી અને હેલ્થ કમિશનર રાજકોટ દોડી આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના તમામ કલેકટર અને આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ સાથે બેઠક યોજી હતી અને સૌરાષ્ટ્રમાં વધતા સ્વાઈન ફ્લુના રોગને અટકાવવા કરવામાં આવેલી કામગીરી અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સુવિધા અંગે માહિતી મેળવી માર્ગદર્શન આપ્યુ હતુ.

અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગમાં 256 કેશો નોધાયા છે. જેમાં કુલ 5૩ જેટલા લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 84 કેસો નોધાયા છે. જેમાં 17 લોકોના મૃત્યુ થયા છે.

જ્યારે જીલ્લામાં 48 કેસ નોધાયા છે જેમાં 14 લોકોના મૃત્યુ થયા છે.

સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લાની વાત કરવામાં આવે તો 123 કેસ નોધાયા છે. 23 જેટલા લોકોના મૃત્યુ થયાના આંકડા નોધવામાં આવ્યા છે.

રાજકોટમાં લોક જાગૃતિ માટે આશા અને ઉષા વર્કર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. સાથે જ સ્વાઇન ફ્લુને લઇ લોકોમાં જાગૃતિ આવે તે માટે દરેક શાળામાં પણ વિદ્યાર્થીઓને સ્વાઇન ફલૂ અંગે જાણકારી આપવા આદેશ કરવામાં આવ્યા  છે.

રાજકોટમાં યોજાયેલ મિટીંગમાં ચીફ સેક્રેટરી દ્વારા સૌરાષ્ટ્રમાં વધી રહેલ આંકડાને લઈને સમીક્ષા કરવામાં આવી છે.

LEAVE A REPLY