Connect Gujarat
ગુજરાત

રાજકોટ આશ્રમ માંથી દિવ્યાંગ બાળકીને દત્તક લેતું અમેરિકી દંપતિ

રાજકોટ આશ્રમ માંથી દિવ્યાંગ બાળકીને દત્તક લેતું અમેરિકી દંપતિ
X

રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં રહેતી 10 માસની દિવ્યાંગ બાળકીને અમેરિકી દંપતિ દ્વારા દત્તક લેવામાં આવ્યુ છે, જન્મતાની સાથે જ બાળકીને તરછોડી દેવામાં આવી હોય બાળકીનો કાઠિયાવાડ બાલાશ્રમમાં ઉછેર શરૂ થયો હતો.

અમેરિકામાં રહેતા લીઝા જોસેફ અને ફિલિપ જોસેફ રાજકોટનાં કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે આવ્યા હતા અને દુર્વા નામની બાળકીને દત્તક લીધી હતી, દૂર્વાની ખાસિયત એ છે કે બાળકી દિવ્યાંગ છે, દુર્વાને ડાબા પગની નીચેનો ભાગ જન્મથી જ ખોડખાપણ વાળો છે. પરંતુ દૂર્વાનો ચહેરો જ જાણે આકર્ષક હોય અમેરિકી દંપતિને દુર્વા ગમી ગયી હતી અને આ દંપતિએ ભારતની દુર્વાને દત્તક લેવાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો, અમેરિકામાં દુર્વાનું નામ ઓમેલા રાખવામાં આવશે, ઓમેલાનો મતલબ 'ઓ માય લવ' થાય છે.

કાઠિયાવાડ બાલાશ્રમમાં દિવ્યાંગ બાળકી દુર્વાને ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલના હસ્તે અમેરિકી દંપતિને સોંપવામાં આવી હતી, તે સમયે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ લોકોમાં હર્ષની લાગણી પ્રસરી ગયી હતી, અમેરિકાના મિશિગન રાજ્યમાં જીલેન્ડ શહેરમાં રહેતા દંપતિએ અગાઉ પણ ઇથોપિયા થી પણ બાળકને દત્તક લીધું હતુ, ત્યારે હવે ભરતીય દિવ્યાંગ બાળકી દુર્વાને દત્તક લીધી છે, બાલાશ્રમના ટ્રસ્ટીઓનું કહેવું છે કે અમેરિકી દંપતિને અગાઉ દુર્વાના ફોટોગ્રાફ મોકલ્યા હતા, જે ફોટો પરથી દુર્વા અમેરિકી દંપતિને ગમી ગઈ હતી અને દુર્વાને દત્તક લીધી છે. જે ખુબ જ ખુશીની વાત છે

Next Story