રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદર શહેરનાં પાણી ગેટ પોલીસ મથકનાં નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. અને નવલખી મેદાનમાં યોજાનાર ઘ્વજવંદન કાર્યક્રમનાં સ્થળ મુલાકાત પણ કરી હતી.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાની મુલાકત દરમિયાન શહેરનાં ભુતડી ઝાંપા ખાતેનાં મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન પણ કર્યુ હતુ.

આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે વડોદરામાં ગણેશ સરઘસ દરમિયાન થયેલા રમખાણોને વખોડી કાઢયા હતા. અને તોફાની તત્ત્વોને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.

 

LEAVE A REPLY