સેન્સર બોર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાનીને આખરે હટાવવામાં આવ્યા છે. ગીતકાર પ્રસૂન જોશીને સેન્સર બોર્ડના નવા અધ્યક્ષ બનાવાયા છે.

તાજેતરમાં પહલાજ નિહલાની સાથે ફિલ્મોને લઈને વિવાદો સર્જાયા હતા. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ સેન્સર બોર્ડના ચીફ તરીકે નિહલાનીની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ વિવાદોમાં રહ્યા હતા. ફિલ્મોના સીન કટ કરવાને લઈને તેઓ બોલીવુડ સ્ટારના નિશાના પર હતા.

સેન્સર બોર્ડના અધ્યક્ષ તરીકે ગીતકાર પ્રસૂન જોશીની પસંદગી કરવામાં આવી છે, તેઓ મોદી સરકારના નજીકના માનવામાં આવે છે.

LEAVE A REPLY