Connect Gujarat
લાઇફસ્ટાઇલ

"બીજીમાં: સિનેમા" , લિપસ્ટક અન્ડર માય બુરખા સાત દાયકા વીતી ગયા આઝાદ થયાને પણ મહિલા આઝાદ થઇ નથી.

બીજીમાં: સિનેમા , લિપસ્ટક અન્ડર માય બુરખા સાત દાયકા વીતી ગયા આઝાદ થયાને પણ મહિલા આઝાદ થઇ નથી.
X

અભિનેત્રી પ્રધાન ફિલ્મોમાં “લિપસ્ટિક અન્ડર માય બુરખા’’ ને પ્રાધાન્ય આપવું જ પડે. રત્ના પાઠક ( ઉષા ) કોંકર્ણા સેન ( શિરીન ) પ્લાબીતા બોરથાકુર ( રેહાના ) અહાના કુમાર ( લીલા ) ચાર સ્ત્રીઓની ઈચ્છા, મહેચ્છા, અભિલાષા, મહત્વાકાંક્ષી, શારીરિક ભૂખ સંતોષવાની આટીઘૂંટી દિગ્દર્શક અલંક્રિતા શ્રીવાસ્તવે રૂપેરી પડદે બેખુબીથી મઢી છે.

‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ નું ફૂલ કાસ્ટ એન્ડ ક્રૂ ટેબલ પર છે. એની નામાવલી વેબસાઇટ પર આંગળીને ટેરવે મળી જશે એટલે ફિલ્મ વિશે જ લખું છું. પ્રોડ્યુસર પ્રકાશ ઝા છે. આવી ગયું બધું એક નામમાં છપ્પનની છાતી હોય તે જ આવી ફિલ્મ પ્રોડ્યુસ કરી શકે, ટીનએજથી એકાદ બે વર્ષ મોટી એક છોકરીથી માંડીને જિંદગીની પચાસ પાનખર જોઈ ચુકેલી રત્ના પાઠક ( ઉષા ) ના જીવનમાં ખરેખર વસંત આવે.ત્રણ છોકરાની મા બની ચુકેલી સ્ત્રીનો પતિ સુશાંત સિંઘ (રહીમ અસલમ) પત્નીને માત્રને માત્ર સેક્સ સંતોષવાનું મશીન સમજે.ધ્રુવ શશાંક અરોરા ( ધ્રુવ ) તસવીરકાર પ્રી હનિમૂન થી હનિમૂન સુધીની ફોટોગ્રાફી કરવાનો પ્લાન કસ્ટમરને સમજાવવા એજન્સીઓને તરકીબો બતાવે.

મુસ્લિમ બિરાદરોની બુરખા પ્રત્યેની આંધળી પાબંદી મુસ્લિમ સ્ત્રીઓના શા હાલ કરે છે એ ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’માં અસરકારક રીતે દર્શાવ્યું છે. કાળઝાળ ગરમીમાં કાળા રંગનો બુરખો પહેરી કોઇ માયનો લાલ આખો દિવસ ફરી તો જુવે કે ગરમીમાં શા હાલ થાય છે? એ પછી ઘરની ઔરત, બેટીને બુરખા કેમ ન પહેર્યો ? એ માટે ખખડાવશે નહિ.

ભોપાલ શહેરની આ ફિલ્મમાં વાત છે. એક યુવતી જેણે સિંગર બનવું છે, ત્રણ સંતાનની માતા જે નંબર વન સેલ્સ વુમનના એવાર્ડ જીતે છે, અને પંચાવન વર્ષની રત્ના પાઠક ( ઉષા ) તરતા શીખવા માટે સ્વિમિંગ શૂટ પહેરે છે અને કોચ સાથે કુ મોબાઈલ પર અતૃપ્ત ઝંખનાઓ શેર કરે છે. ભારતને આઝાદી મળ્યાને સાત દાયકા વીતી ગયા પણ મહિલા આઝાદ થઈ નથી જ ને નથી જ.

Next Story