પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તારીખ 15મી ઓગષ્ટનાં રોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડાકોર ઠાકોરજીનાં દર્શન અર્થે જતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

પશ્ચિમ રેલવે દ્વારા આણંદ થી ડાકોર માટે એક પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે, જે ટ્રેન તારીખ 15મી ઓગષ્ટ જન્માષ્ટમીની રાત્રે 10 કલાકે આણંદ થી ઉપડીને 11 કલાકે ડાકોર પહોંચશે, જ્યારે તારીખ 16મી ઓગષ્ટ મળસ્કે 3 કલાકે ટ્રેન ડાકોર થી ઉપડીને 4 કલાકે આણંદ પરત આવશે.

આણંદ અને ડાકોર વચ્ચે દોડનાર વિશેષ ટ્રેન સદનપુરા, ભાલેજ, ઓડ, ઉમરેઠ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ કરશે તેમ પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યુ છે.

 

LEAVE A REPLY