જમ્મુ કાશ્મીરમાં બે સ્થળોએ આતંકીઓ સાથે ભારતીય સૈન્યની અથડામણ થઇ હતી, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા  હોવાનું જાણવા મળ્યુ છે.

દક્ષિણ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ સાથે અથડામણમાં બે જવાન જ્યારે પુંછમાં પાકિસ્તાન તરફથી ગોળીબારમાં એક જવાન શહીદ થયા છે. શોપિયાના અવનિરા ગામમાં આતંકીઓ છુપાયેલા હતા અને સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ.અને આતંકીઓએ ગોળીબાર શરુ કર્યો હતો.આ હુમલામાં બે જવાન શહીદ થયા અને ત્રણ ઘાયલ થયા હતા.

જ્યારે પુંછમાં કૃષ્ણા ખીણમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન તરફથી  ભારતીય પોસ્ટ પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હોવાનું જાણવા મળ્યુ છે.

 

LEAVE A REPLY