દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કલાક શોપિંગ કરી શકાય તે માટે રાજ્ય  સરકારે વિધાનસભામાં એક બિલ રજુ કર્યુ છે. જેમાં દરેક શોપિંગ સેન્ટરોને સાતેય દિવસ 24 કલાક ખુલ્લા રાખવાની રજૂઆત કરવામાં આવી છે.

મુંબઈમાં 24 કલાક શોપિંગ સેન્ટરો ખુલ્લા રાખવાનાં રાજ્ય સરકારનું આ બિલ મજુર થશે તો સમગ્ર મહારાષ્ટ્રમાં 24 કલાક શોપિંગનો વિકલ્પ લોકોને મળશે.અત્યાર સુધી મુંબઈમાં દુકાનો રાત્રે 10 કલાક, વેપારી સંસ્થાઓ રાત્રે 9 : 30 કલાક અને રેસ્ટોરન્ટો રાત્રે 12 : 30 કલાકે બંધ થઇ જાય છે.

દુકાનો અને મોલ્સ તેમજ ઈ કોમર્સ કંપનીઓ તરફથી કારોબારમાં મળી રહેલ ટક્કરને ધ્યાનમાં રાખતા આ બિલને રજુ કરવામાં આવ્યુ હોવાનું પણ જાણવા મળ્યુ છે.

 

LEAVE A REPLY