Connect Gujarat
ગુજરાત

રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિક્યુરિટી ગાર્ડની હત્યામાં ચાર આરોપીની ધરપકડ કરતી પોલીસ 

રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિક્યુરિટી ગાર્ડની હત્યામાં ચાર આરોપીની ધરપકડ કરતી પોલીસ 
X

રાજકોટની હેડ પોસ્ટ ઓફિસમાં ચા આપવા માટે આવતા દિપે તેના મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. કારણ કે પોસ્ટ ઓફિસમાં રોજના કરોડોનાં વ્યવહારો પણ થતા હતા.

તારીખ 9 ઓગષ્ટનાં રોજ રાત્રે અંદાજે 2.30 કલાકે ચાર જેટલા શખ્સો હેડ પોસ્ટ ઓફિસની ચોકિદારની હત્યા કરીને પોસ્ટ ઓફિસમાં લૂંટનો પ્રયાસ લૂંટારુઓએ કર્યો હતો.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ઘટનાને અંજામ આપવા પહેલા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડશે. અને ક્યાંથી તે મળી રહેશે. તે તમામ બાબતો ત્રણ મહિનાથી તેવો વિચારી રહ્યા હતા. આખરે જ્યારે ઘટનાને અંજામ આપવાનો દિવસ આવ્યો તેના દોઢ બે દિવસ પુર્વે જ તેઓએ પ્રથમ તો ગેસ સિલિન્ડર તેમજ ઓકસીઝનના બાટલાની તેમજ ગેસ કટ્ટરની ચોરી કરી હતી. એક રિક્ષાની પણ ચોરી કરી હતી.

ઘટનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફુટેજ તપાસતા તેમાં હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ બેંક ચોરમાં જે રીતે ચોરો મોઢા પર માસ્ક પહેરે છે. તેજ પ્રકારનું માસ્ક આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ એ પણ પહેર્યુ હતુ. જો કે માસ્ક કરતા સીસીટીવી માંથી આરોપીઓની શારિરીક લાક્ષણિકતાઓ પોલીસને જાણવામાં વધારે મદદરૂપ થઈ હતી. સીસીટીવી માંથી પોલીસને આરોપીઓનો શારિરીક બાંધો તેમજ સ્લિપર અને સેન્ડલ ક્યા પ્રકારના છે તેની જાણકારી મળી આવી હતી.

ઘટનાને અંજામ આપતી વખતે મહમદ નામના શખ્સનું ટીશર્ટ ફસાઈ જતા તેને ઘટના સ્થળ પર પોતાનું ટીશર્ટ છોડી દીધું હતુ. આ ઉપરાંત જે સિલિન્ડર તેઓ લાવ્યા હતા તેમાં ગેસ ઓછો હોવાના કારણે તેઓ મુખ્ય તિજોરીના બે લોક પૈકી માત્ર એક લોક જ તોડી શકયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જો ગેસ હજુ વધુ માત્રામાં હોત તો કદાચ મુખ્ય લોક પણ તુટી ચુક્યુ હોત. આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યા બાદ ડોગ સ્કવોડને થાપ આપવા માટે પણ તેઓ સૌ પ્રથમ તો ભિલવાસ ખાતે ગયા હતા. ત્યાંથી મહમદ નામના શખ્સને તમામ હથિયારો સગેવગે કરવાનું કામ સોંપ્યું હતુ. તેમજ ત્યારબાદ તેઓ ડોગ સ્કવોડ સાચી જગ્યાએ ન પહોંચે તે માટે પોતાના લોહી વાળા કપડા બાળી નાખી રિક્ષામાં 150 ફુટ રીંગ રોડ પર પહોચ્યા અને છેલ્લે તેઓએ રિક્ષા બહુમાળી પાસે મુકી દીધી.

રાજકોટ પોલીસે માત્ર 3 દિવસની મહેનતમાં કોઈ પણ જાતના મોબાઈલ ટ્રેશીંગ વગર અને માત્ર સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં મુખ્ય સુત્રધાર દિપ ખીરાણી ,સદામ કાથરોટીયા , રફીક કટારીયા, મહમદ નામનો શખ્સ સામેલ છે.

વધુમાં પોલીસે આરોપીઓનાં રિમાન્ડની માંગણી કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Next Story