વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે મતદાન યોજાયુ

221

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે ભરૂચની જે પી કોલેજ અને અંકલેશ્વરની ઇ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.

આ ચૂંટણીમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો ફેકલ્ટીનાં ગ્રેજ્યુએટસ તેમજ પ્રોફેસરોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જે પી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.

તો બીજી તરફ અંકલેશ્વર શહેરની ઈ એન જીનવાલા હાઇસ્કુલ ખાતે સેનેટના ઈલેક્શન માટેનું મતદાન યોજાયુ હતુ. અને પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલ મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

ઉલ્લેખનીય છે કે સેનેટની ચૂંટણી માટે 41 સેન્ટરો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ABVP અને NSUI દ્વારા પોતાની જીતના દાવા કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY