સુરતમાં લવ જેહાદની ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે હિન્દૂ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, અને મોટા વરાછાનાં લજામણી ચોક ખાતેથી પાટીદારોએ એક જંગી  રેલી પણ કાઢી હતી.

સુરત મોટા વરાછાનો શકીલ નામનો યુવક લગ્નની લાલચ આપીને પાટીદાર પરિણીતાને ભગાડી ગયો હતો, જેને પગલે પાટીદાર સમાજ અને હિન્દૂ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.અને પોલીસ દ્વારા રેલીની પરમિશન પણ મળી નહોવા છતાં લજામણી ચોક થી એક જંગી રેલી પણ કાઢી હતી.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ શકીલ અગાઉ પણ લગ્ન પહેલા આ યુવતીને ભગાડી ગયો હતો, અને શારીરિક સંબંધો બાંધીને શારીરિક શોષણ કર્યુ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જોકે શકીલ પરિણીતાને ભગાડીને અજમેર ગયો હોવાની માહિતી મળતા પોલીસે અજમેરથી શકીલ અને પરિણીતા બંનેને ઝડપી લીધા હતા.

 

LEAVE A REPLY