Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રનાં લોકપ્રિય રાજકોટના લોકમેળાનો પ્રારંભ

સૌરાષ્ટ્રનાં  લોકપ્રિય રાજકોટના લોકમેળાનો પ્રારંભ
X

સૌરાષ્ટ્રનાં સૌથી લોકપ્રિય રાજકોટના લોકમેળાનો પ્રારંભ થયો છે. શહેરના રેસકોર્સ મેદાન ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે લોકમેળાનો પ્રારંભ થયો હતો. કેશલેસ ઈકોનોમી અને સ્માર્ટ સિટીની થીમ પર આધારિત લોકમેળો આ વર્ષે યોજાય રહ્યો છે. ત્યારે પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર ભરમાંથી 20 લાખથી વધુ લોકો લોકમેળાનો આનંદ માણશે.

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યુ કે રાજકોટમાં હું પણ નાનો હતો ત્યારે મેળાનો આનંદ માણવા માટે આવતો હતો પરંતુ પહેલા કરતા હવેનો લોકમેળો સ્માર્ટ બન્યો છે, અવનવી રાઇડ્સ અને સ્માર્ટ સિટીની થીમ પર આધારિત મેળો લોકોને માણવા મળશે. સ્વાઈન ફ્લુ થી લોકોને ડરવાની જરૂર નથી, કારણ કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સતત સતર્ક છે, લોકો શાંતિપૂર્વક મેળાની મજા માણે.

[gallery type="slideshow" size="full" ids="30005,30006,30007,30008,30009,30010,30011,30012,30013,30014,30015"]

કેબિનેટ મંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા નિવેદન આપ્યુ હતુ કે ભાજપ માંથી કોંગ્રેસમાં આવવાનો સિલસિલો યથાવત છે, ભાજપ લોકોનું હિત ધ્યાનમાં રાખતી પાર્ટી છે. તેથી અન્ય પક્ષમાંથી સભ્યો ભાજપ પક્ષમાં જોડાય છે, અને કોંગ્રેસ તો હવે તૂટી રહી છે. આગામી સમયમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાય તો પણ નવાઈ નહિં. આ સાથે જ આગામી 15 ઓગષ્ટ થી અનાજના વેપારીઓ હડતાલ પર ઉતારવાના છે. તે અંગે પુછતાં તેમને જણાવ્યુ કે પુરવઠા વિભાગ સાથે વાતચીત થઇ છે, લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે.

લોકમેળામાં પીક પોકેટર્સ, છેડતી, વાહન ચોરી સહિતના બનાવો ન બને તે માટે 750 પોલીસ જવાનો ખડેપગે રહેશે. તમામ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. અને રેસકોર્સ રિંગ રોડ આસપાસના રસ્તાઓ પણ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે, ચૌધરી હાઈસ્કૂલ મેદાન અને આસપાસના ખુલ્લા મેદાનમાં વાહન પાર્કિગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Next Story