Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ઇ - લર્નિંગ ક્લાસનો પ્રારંભ કરાવતા લુપીન લી.નાં વાઇસ પ્રેસિડેન્ટ ડી.એમ. ગાંધી

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં  ઇ - લર્નિંગ ક્લાસનો પ્રારંભ કરાવતા લુપીન લી.નાં  વાઇસ પ્રેસિડેન્ટ  ડી.એમ. ગાંધી
X

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં લુપીન હ્યુમન વેલફેરનાં સહયોગથી ઈ - લર્નિગ કલાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

બાળકો ભણે અને આજનાં ફાસ્ટ જમાનામાં સમય સાથે કદમ મીલાવીને ચાલે એવા હેતુ થી તારીખ 14 ઓગષ્ટનાં રોજ લુપીન લિમિટેડ કંપનીનાં સહયોગ થી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં બીજા ઇ -લર્નિંગ ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી.આ પહેલા પણ લુપીન લી.નાં સહયોગ થી સ્કૂલમાં એક ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી. અને ઈ - લર્નિગ દ્વારા બાળકોએ ભણતરમાં રસ દાખવ્યો હતો.

જેના કારણે કંપનીએ આ વખતે ધોરણ 9 - 10 માટે પણ સ્કૂલમાં ઇ - લર્નિંગ ક્લાસની શરૂઆત કરી હતી.આ પ્રસંગે લુપીન લી.નાં વાઇસ પ્રેસિડેન્ટ ડી.એમ.ગાંધીએ જણાવ્યુ હતુ કે શાળામાં જ્યારે અમે પ્રથમ ક્લાસનું ઓપનિંગ કર્યું હતુ ત્યારે બાળકોમાં ખુબ ઉત્સાહ હતો અને બાળકોએ ખુબ સારી રીતે આનો ઉપયોગ કરી વધુ સારી રીતે અભ્યાસ કર્યો જેથી અમને પણ ખુશી થઈ અને બીજા કલાસની શરૂઆત કરતા પણ એટલો જ આનંદ અને ઉત્સાહ થઈ રહ્યો છે.

આ પ્રસંગે લુપીન કંપનીનાં સ્ટાફ તથા સીએસઆર ટીમનો આવા સુંદર પ્રયાસ માટે અંકલેશ્વર પબ્લિક સ્કૂલનાં ટ્રસ્ટી નાઝુભાઈ ફડવાલાએ આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story