Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની વિઝન સ્કૂલ ખાતે સોલાર સિસ્ટમનો પ્રારંભ કરાયો

અંકલેશ્વરની વિઝન સ્કૂલ ખાતે સોલાર સિસ્ટમનો પ્રારંભ કરાયો
X

અંકલેશ્વર જીઆઈડીસીની વિઝન સ્કૂલ ખાતે નર્મદા એનર્જીનાં સહયોગથી સોલાર પાવર સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલના હસ્તે વિઝન સ્કૂલમાં સોલાર સિસ્ટમની શુરુઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં ટ્રસ્ટી મનિષ આહુજાએ જણાવ્યુ હતુ કે શાળામાં સોલાર સિસ્ટમ કાર્યરત થતાં વીજ બિલમાં રાહત થશે.જ્યારે નર્મદા એનર્જીના પ્રતિનિધિ અલ્પેશ પટેલ અને રુદ્રદત્ત જોષીએ જણાવ્યુ હતુ કે ભરૂચ જિલ્લામાં પ્રથમ સોલાર સિસ્ટમ અંકલેશ્વરની વિઝન સ્કૂલમાં કાર્યરત કરવામાં આવી છે, જે સોલાર એનર્જીની દિશામાં આ એક ક્રાંતિકારી અને ઉપયોગી પગલુ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

વધુમાં કુદરતી રીતે મળેલ સ્ત્રોતનો ઉપયોગ કરીને કાર્બન રહિત ઉર્જાનો ઉપયોગ કરી શકાશે, અને આવનાર સમયમાં ભરૂચ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ સોલાર સિસ્ટમ કાર્યરત કરવાનો લક્ષ્યાંક હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.

Next Story