Connect Gujarat
દેશ

બેંગલુરુમાં ઇન્દિરા કેન્ટીનનો શુભારંભ કરાવતા રાહુલ ગાંધી

બેંગલુરુમાં ઇન્દિરા કેન્ટીનનો શુભારંભ કરાવતા રાહુલ ગાંધી
X

બેંગલુરુમાં ઇન્દિરા કેન્ટીનનો શુભારંભ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તે કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેઓએ જાહેરસભા સંબોધી હતી.

બેંગલુરુમાં ઇન્દિરા ગાંધી કેન્ટીનનું ઉદ્દઘાટન કર્યા બાદ રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધન કર્યુ હતુ, તેઓએ જણાવ્યુ હતુ કે ઇન્દિરા ગાંધીએ રોટી,કપડા અને મકાન માટેની વાત કરી હતી. દેશનાં પ્રત્યેક વ્યક્તિનું પેટ ભરાયેલુ હોય તેવું તેઓ ઇચ્છતા હતા અને તે માટે પ્રયત્નો પણ કરતા હતા.

આ કેન્ટીનમાં લોકોને ફક્ત રૂપિયા 10માં ભરપેટ ભોજન મળશે, અને પ્રથમ તબક્કે 101 કેન્ટીન ખોલવામાં આવશે, જ્યાં રૂપિયા 5માં બ્રેકફાસ્ટ અને રૂપિયા 10માં લંચ અને ડિનર મળશે.

મુખ્યમંત્રી સિદ્દાર્થમૈયાનાં આ પ્રયાસને પણ રાહુલ ગાંધીએ બિરદાવ્યો હતો.

Next Story