Connect Gujarat
બ્લોગ

બીજીમાં સિનેમા ટોયલેટ: એક પ્રેમકથા

બીજીમાં  સિનેમા ટોયલેટ: એક પ્રેમકથા
X

‘સ્વચ્છ ભારત મિશન’ની ખુલ્લે આમ તરફેણ કરતું,ઉત્તરપ્રદેશમાં ૨૯૦૦ કરોડ રૂપિયાના ટોયલેટ કૌભાંડનો પર્દાફાશ કરતી ફિલ્મ ફરી એકવાર ‘ઇન્દુ સરકાર’ની જેમ ભારતીય જનતા પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક સાબિત થશે.હીરો તરીકે અક્ષયકુમાર યથાર્થ પુરવાર થાય.આ ફિલ્મમાં અક્ષયકુમાર જ બીજો કોઈ હોરો કે અભિનેતા આવી ફિલ્મ સાઈન ન જ કરે,ભૂમિ પેડનેકર(જયા)અભિનેત્રી.અભિનેતા કરતા એક કદમ આગે.

ભારતના ગામડા અને તે પણ ઉત્તરપ્રદેશના મથુરાના બે ગામની વાર્તા જે પ્રશ્ન પુરુષને મન વામન લાગે એ જ પ્રશ્ન સ્ત્રી માટે કેટલો વિરાટ છે,એનું આબેહૂબ ચિત્રાંકન એટલે ટોયલેટ: એક પ્રેમકથા.

સૌથી પહેલા એડિટરને અભિનંદન.કારણ ૨ કલાક ૪૧ મિનિટની ફિલ્મ છતાં એક સે બઢકર એક કહાનીમાં ટ્વિસ્ટ આવ્યા જ કરે.દિગ્દર્શકની કમાલ લાજવાબ,શ્રી નારાયણ સિંઘ જય હો.

અક્ષયકુમારના પિતાનો રોલ સુધીર પાંડે(પંડિતજી)ને એવોર્ડ આપવો જ પડે.

ભાષાનો બાધ ન લાગે એવી ફિલ્મ.

વેશભૂષા પાત્રોને બંધબેસતી નીલાઆચલ ઘોષ અને દર્શન જલાનને ફૂલ માર્કસ.

કાકા (અનુપમ ખેર) પરિવર્તનને સ્વીકારી પડકારોનો સામનો કરતા સિનિયર સિટિઝન ફિલ્મને હળવી બનાવતા રહે.

દિવેન્દ્ર શર્મા(કેશવનો મિત્ર)અક્ષયકુમાર સાથે પડછાયાની જેમ ફિલ્મના દરેક ટ્વિસ્ટમાં મિત્રતાના અડાબીડ સંબંધો નિભાવે,ફિલ્મની વાર્તા ગરિમા અને સિધ્ધાર્થે લખી છે.ગુજરાતીમાં કરસનદાસ પે એન્ડ યુઝ આવી હતી.હિન્દીમાં ટોયલેટ: એક પ્રેમકથા આવી.હિન્દીમાં હોવાથી દર્શકો અનેકગણા મળે,બજેટમાં પણ ખાસ્સો ફેર પડે અને અક્ષયકુમાર નામ જ કાફી છે.કરસનદાસ જેમને જોઈ છે એમને ખાસ ટોયલેટ: એક પ્રેમકથા જોવી જ.

કર્મકાંડી બ્રાહ્મણ કેટલી હદે જડભરત બને છે,આપણી કલ્પનામાં પણ ન બેસે,માંગલિક ૪૦ વર્ષના કુંવારા છોકરાને ભેંસ સાથે સાતફેરા ફરાવે,જે કન્યાને બે અંગૂઠા હોય એની સાથે લગ્ન કરી શકે એવો ફતવો (ફતવો શબ્દ પ્રયોગ જાણી જોઇને લખું છુ) જારી કરે.૧૨ ધોરણ પાસને યુનિવર્સિટી પર કન્યા જયા જોશીના રૂપમાં મળે,ટ્રેનમાં ટોયલેટમાં કડી માર્યા વગર કેશવ લઘુશંકા કરતા હોયને જયા એ જ ટોયલેટનું બારણાને ધક્કો મારે,બન્ને ઝઘડી પડે,એ જ જયાના ઘરે લેડીઝ સાયકલની ડીલવરીનો ઓર્ડર છતાં જેન્ટ્સ સાયકલ કેશવ આપવા જાય અને ઘર જયાનું નીકળે.તે પ્રેમકથાનો આરંભ થાય,જરૂરથી જોજો.શુભા ખોટેનો અભિનય વયસ્ક નાગરિકોને ગમશે જ.જિસ ઘર મેં શૌચાલય નહિ,ઉસ ઘરમેં બહુમત દો.શૌચ નહિ સોચ બદલો.

Next Story