Connect Gujarat
ગુજરાત

ગંધાર ONGCનાં 22 લાખની કિંમતનાં ટુલ્સ ચોરીમાં ચાર આરોપી ઝડપાયા

ગંધાર ONGCનાં 22 લાખની કિંમતનાં ટુલ્સ ચોરીમાં ચાર આરોપી ઝડપાયા
X

વાગરા તાલુકાનાં ગંધાર ONGCનાં વેલ નં. જી 289 ઉપરથી 22 લાખના ટુલ્સની ચોરીની ઘટના બની હતી. જેની સધન તપાસને અંતે પોલીસે મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.

વાગરા પોલીસ મથકે બે દિવસ અગાઉ ગંધાર સ્થિત ONGCનાં વેલ નં. જી 289 પાસે લાખો રૂપિયાનું ટ્રી સેવર ટુલબોક્સ લોક કરી મુક્યુ હતુ. જેને તોડી તેમાંથી 22 લાખના કિંમતી ટુલ્સ ચોરાયા અંગેની ફરિયાદ ડીજીએમ રાજેન્દ્ર પ્રસાદે કરી હતી.જે અંગે વાગરા પીએસઆઇ એસ.એન. દેસાઈએ તલસ્પર્શી તપાસ હાથધરી હતી. પો.સ.ઇ. ને મળેલ બાતમીના આધારે ગંધાર ગામે વાગરા પોલીસની ટીમે છાપો માર્યો હતો. પોલીસે ઓ.એન.જી.સી. ની ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

ચારેય આરોપીઓમાં અર્જુન ડાહ્યા રાઠોડ, મહેશભાઈ લક્ષ્મણ રાઠોડ, પ્રવીણ રામજી રાઠોડ અને મણીલાલ મૂળજી રાઠોડ તમામ રહે ગંધારનાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Next Story