Connect Gujarat
ગુજરાત

નેત્રંગમાં શાળાનાં બાળકોને સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું વિતરણ કરાયુ

નેત્રંગમાં શાળાનાં બાળકોને સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું વિતરણ કરાયુ
X

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી મારુતિનંદન ફાઉન્ડેશન અને અતુલભાઈ પટેલનાં સહયોગ થી અમૃતપેય સ્વાઇન ફલુ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

રાજ્યમાં વકરતા સ્વાઈન ફ્લુનાં કહેર સમયે રક્ષણ અર્થે સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે નેત્રંગની શ્રી મારુતિનંદન ફાઉન્ડેશન અને પત્રકાર અતુલભાઈ પટેલનાં સહયોગથી નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બીજા વર્ષે સ્વાઈન ફલૂ સામે રક્ષણ આપતા અમૃતપેય ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.

[gallery type="slideshow" td_gallery_title_input="નેત્રંગમાં શાળાનાં બાળકોને સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું વિતરણ કરાયુ" ids="30420,30421,30422,30423,30424,30425,30426,30427,30428,30429"]

જિલ્લા આરોગ્ય વિભાગ અને ચીખલી મેડિકલ ઓફિસર દ્વારા આયુર્વેદિક ઔષધિયો યુક્ત 400 લીટર ઉકાળો બનાવવામાં આવ્યો હતો. જેનો લાભ એમએમ ભક્ત અને આર કે ભક્ત તેમજ સાંદિપની શાળાનાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મળીને કુલ 6500 થી વધુ લોકોએ લાભ લીધો હતો.

Next Story