Connect Gujarat
ગુજરાત

બિહાર સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુનું ચાર વર્ષ બાદ NDA સાથે પુનઃ જોડાણ

બિહાર સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુનું ચાર વર્ષ બાદ NDA સાથે પુનઃ જોડાણ
X

બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી સાથેનું ગઠબંધન તોડીને NDA સાથે હાથ મિલાવ્યો હતો, અને નવી સરકાર બનવી હતી. હવે ચાર વર્ષની જુદાઈ બાદ જેડીયુએ પુનઃ NDAમાં જોડાવવાની ઔપચારિકતા પૂર્ણ કરી હોવાનું જાણવા મળ્યુ છે.

બિહારનાં સીએમ નીતિશ કુમારની જેડીયુ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી, જેમાં નીતિશ કુમારે ચાર વર્ષ બાદ પુનઃ NDAમાં જોડાવાની ઔપચારિકતા પૂર્ણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ બિહાર સીએમ નીતિશ કુમારે તાજેતરમાં જ અમિત શાહ સાથે બેઠક કરી હતી. અને અમિત શાહે નીતિશ કુમારને NDAનાં સહસંયોજક બનવા માટે પણ આમંત્રણ આપ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Next Story