Connect Gujarat
ગુજરાત

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટોની હડતાલથી ખેડૂતોની મુશ્કેલી વધી

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટોની હડતાલથી ખેડૂતોની મુશ્કેલી વધી
X

રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં કમિશન એજન્ટોએ કમિશનમાં અડધો ટકો વધારો કરવાની માંગ સાથે તારીખ 21મી ઓગષ્ટ સોમવારનાં રોજથી હડતાલ પર ઉતરશે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધશે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સોમવાર થી કમિશન એજન્ટો દ્વારા હડતાલ પાડવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કમિશન એજન્ટો દ્વારા 1 ટકા થી 1.50 ટકા કમિશનમાં વધારો કરવાની માંગણી સાથે યાર્ડના સત્તાધીશોની સાથે શનિવારનાં રોજ મિટિંગ કરવામાં આવી હતી.

જેમાં યાર્ડના સત્તાધીશોએ કમિશન વધારાની માંગણી ફગાવી દેતા કમિશન એજન્ટો દ્વારા અચોક્કસ મુદતની સોમવાર થી હડતાલ પાડવામાં આવી છે. કમિશન એજન્ટોને જીએસટી લાગતા તેમને અડધો ટકો વધારાના કમિશન માંગણી કરી છે. તો બીજી તરફ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડિ.કે સખીયાએ કમિશન એજન્ટોની માંગને ફગાવી દિધી છે. વધુમાં ખેડુતો અને વેપારીઓ વચ્ચે યાર્ડ મધ્યસ્થી કરી ખેડુતોને ફાયદો અપાવશે તેમ પણ જાણવા મળ્યુ છે.

Next Story