Connect Gujarat
ગુજરાત

વિલાયત સ્થિત કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રક્તદાન શિબિર યોજાઈ

વિલાયત સ્થિત કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રક્તદાન શિબિર યોજાઈ
X

વાગરા તાલુકાનાં વિલાયત જી.આઈ.ડી.સી ખાતે આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બ્લડ ડોનેશન કેમ્પ રેડક્રોસ બ્લડ બેન્ક ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરીના સહયોગથી યોજવામાં આવ્યો હતો.

આ રક્તદાન કેમ્પમાં કલરટેક્સ કંપનીના કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.માત્ર ત્રણ કલાક માં જ 60 જેટલા રક્ત યુનિટનું રક્તદાન કરવામાં આવ્યુ હતુ. આ રક્તદાન કેમ્પમાં વિલાયત જી.આઈ.ડી.સી ખાતે આવેલ અન્ય કંપનીનાં કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.

આ પ્રસંગે કંપનીના મેનેજર ડો.મહેશ વશીએ ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી ઉચ્ચારી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા કલરટેક્સ કંપનીના ડો. મહેશ વશી,મિતેષ શાહ અને નિર્મલસિંહ યાદવ, રોટરીક્લબ ભરૂચ નર્મદા નગરી તેમજ રેડક્રોસ બ્લડ બેન્ક ભરૂચના ડો.જે.જે.ખીલવાણી તથા કલરટેક્સ કંપનીના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Next Story