Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં રહેશે રાજકીય ધમધમાટ

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં રહેશે રાજકીય ધમધમાટ
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અંગેની ચળવળ રાજકીય પક્ષો દ્વારા શરુ કરવામાં આવી છે, ત્યારે સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ રાષ્ટ્રપતિ બન્યા પછી રામનાથ કોવિંદ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદ સૌરાષ્ટ્ર , મહેસાણા, અને અમદવાદની મુલાકાતે 3 સપ્ટેમ્બરનાં રોજ આવી રહ્યા છે.

જ્યારે 4 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. અને અમદાવાદ ખાતેથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવશે.વધુમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રીનિંગ કમીટીની પણ રચના કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન સિન્જો એબે તારીખ 13 સપ્ટેમ્બરથી ગુજરાતની મુલાકાત દરમિયાન મહત્વનાં દ્વિપક્ષીય કરારો પણ કરશે. અને 17 સપ્ટેમ્બરે પીએમ મોદી પોતાનાં જન્મદિવસ ગુજરાતમાં જ મનાવશે. અને તેઓ નર્મદા ડેમ પ્રોજેક્ટની સફળતા માટે યોજાયેલી નર્મદા યાત્રાની ઉજવણીમાં પણ ભાગ લેશે તેમ જાણવા મળી રહ્યું છે.

Next Story