Connect Gujarat
ટેકનોલોજી

ભારતીય સેનાને 2020 સુધીમાં મળશે એમ.આર.એસ.એ.એમ. સિસ્ટમ

ભારતીય સેનાને 2020 સુધીમાં મળશે એમ.આર.એસ.એ.એમ. સિસ્ટમ
X

દેશની આર્મીને પોતાના એડવાન્સ મીડિયમ રેન્જ સરફેસ એર મિસાઇલ (એમ.આર.એસ.એ.એમ ) સિસ્ટમ 2020 સુધીમાં મળી જશે. એ પછી હવામાં 70 કિલોમીટર સુધીના બેલેસ્ટિક મિસાઇલ, ફાઇટર જેટ અને હુમલો કરનારા હેલિકોપ્ટરને ટાર્ગેટ કરવા સરળ થઈ શકશે.

આ સિસ્ટમને ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (આઇએઆઇ) મળીને ડેવલપ કરશે. આ જાણકારી આર્મીના એક સિનિયર ઓફિસરે આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમ દેશની સેનાને એડવાન્સ બનાવવામાં મદદ કરશે. વધુમાં જણાવ્યું હતું કે એમઆરએસએએમ સિસ્ટમ દુશ્મનના એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, ડ્રોન, સર્વેલન્સ એરક્રાફ્ટ અને એરબોર્ન વોર્નિંગ કન્ટ્રોલ સિસ્ટમ એરક્રાફ્ટને હવામાં જ ખતમ કરી શકે છે. હાલ આ સિસ્ટમ ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી પાસે છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ડીઆરડીઓ અને એઆઇએએ 17 હજાર કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી છે.

Next Story